શિયાળામાં દુધાળા પશુઓની કાળજી.
ડેરી ફાર્મિંગ એ ભારતના મોટા ભાગના ગ્રામીણ લોકોને આજીવિકા અને પોષણ પ્રદાન કરવાના સૌથી મહત્વપૂર્ણ માધ્યમોમાંનું એક છે. ડેરી પ્રાણીઓની દીર્ધાયુષ્ય અને લાંબા ગાળાની ઉત્પાદક ક્ષમતાને સુનિશ્ચિત કરવા માટે તેમને સ્વસ્થ અને આરામદાયક વાતાવરણ પૂરું પાડવું જરૂરી છે. શિયાળાની ઋતુ માં વાતાવરણના તાપમાનમાં ઘણો ઘટાડો થાય છે, તે દરમિયાન વાતાવરણ ના ફેરફારના લીધે પશુ પોતાને આરામદાયક અનુભવતું નથી જેથી તેમના સ્વાસ્થ અને ઉત્પાદન ક્ષમતા પર અસર થાય છે. તો ચાલો જાણીયે કઈ-કઈ કાળજી લેવી તેનાં વિશે.