ગૌણ શાકભાજી : પોષણક્ષમ આહારનો સ્ત્રોત
શરીરના વિકાસ અને તંદુરસ્તી જાળવવા માટે પોષક તત્વો, વિટામીન્સ તથા રેષાથી ભરપુર એવાં શાકભાજી દૈનિક આહારમાં મહત્વનું સ્થાન ધરાવે છે. સુકા અને અર્ધસુકા વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, ડુંગરાળ તથા જંગલ પ્રદેશોમાં ઉપયોગમાં લેવાતા ગૌણ અને બિનપરંપરાગત શાકભાજીના પાકો વધુ પોષણક્ષમ અને ઔષધિય ગુણોથી ભરપુર હોવાને કારણે શહેરી વિસ્તારમાં પણ ધીમે ધીમે પ્રચલિત થતા જાય છે. તો આવો જાણીયે ક્યાં છે શાકભાજીઓ અને તેનું ખોરાકમાં શું છે મહત્ત્વ તેના વિશે.