માદા પશુઓમાં વંધ્યત્વની સમસ્યા
ગ્રામ્ય વિસ્તારમાં ગાયો-ભેંસોની સંખ્યા તેઓના માલિકનું આર્થિક સધ્ધરતાનું પ્રમાણ દર્શાવે છે. આ હકીકત રૂઢિગત (પરંપરાગત) તેમજ અત્યાધુનિક ખેતી વ્યવસાયનું સાતત્ય છે. માદા જાનવરોનું સહેલાઈથી સગર્ભા બનવું તથા તંદુરસ્ત બચ્ચાને જન્મ આપવો તે પ્રજનન ક્ષામતાનો માપદંડ તેમજ શકિતમતા દર્શાવે છે. પાલતુ પ્રાણીઓમાં વાંઝીયાપણું એ આપણા કૃષિ પ્રધાન દેશોમાં એક મોટો આર્થિક પ્રશ્ન છે. તો ચાલો જાણીયે તેના કારણો અને નિવારણ વિશે.