ખરીફ પાકોમાં સુક્ષ્મ સિંચાઇ ની અગત્યતા
ગુજરાત પાણીની અછત ધરાવતું રાજ્ય છે. અનિયમિત અને અપૂરતો વરસાદ, ભૂગર્ભ જળ સંસાધનો ઘટવાથી રાજ્યમાં સિંચાઈની વધુ સારી રીતે પાણીના ઉપયોગની કાર્યક્ષમ પદ્ધતિની જરૂરિયાતની કલ્પના થાય છે. ઉપરોક્ત હકીકતને સમજીને, ગુજરાત સરકાર અને ભારત સરકાર ખેડૂતોને પરંપરાગત સિંચાઈની જગ્યાએ નાણાકીય સહાય દ્વારા ઉચ્ચ કાર્યક્ષમ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે.