ફળવાડીમાં સંકલિત રોગ-જીવાત વ્યવસ્થાપન
ખાદ્ય પ્રણાલીમાં વૈશ્વિક પરિવર્તન, ચોખા, ઘઉં અને કઠોળનો ઓછો વપરાશ અને આરોગ્ય અંગેની સભાનતા બાગાયતી પાકો તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં મોટા પાયાનું કારણ બની રહી છે. માનવ આહારમાં પોષક મૂલ્યો માટે બાગાયતી પેદાશોની આ વધતી માન્યતાને કારણે બજારમાં ફળોની માંગમાં વધારો થયો છે. ફળ પાકોની ઉત્પાદન તકનીકમાં નવીનતાઓ અને વૈવિધ્યકરણના માધ્યમ તરીકે તેનો સ્વીકાર આ પાકોની વધેલી માંગને પહોંચી વળવામાં નોંધપાત્ર ફાળો આપે છે. ભારતનું ફળ ઉત્પાદન વિશ્વમાં ચીન પછી બીજા ક્રમે છે.