ઉનાળુ પાકોમાં પિયત વ્યવસ્થાપન
માનવ, પ્રાણીઓ અને અન્ય સજીવો માટે પાણી જરૂરી છે અને તે જ રીતે પાણી વિના છોડ પણ ટકી શકતા નથી. છોડને વધવા માટે પાણીની જરૂર રહે છે. છોડમાં લગભગ 80-95% પાણી હોય છે અને તે પ્રકાશસંશ્લેષણ, ઠંડક અને જમીનમાંથી ખનિજો અને પોષક તત્ત્વોના પરિવહન સહિત અનેક કારણોસર જરૂરી છે.