દિવેલાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ
દિવેલા (castor) એ ગુજરાતનો અગત્યનો બિન ખાદ્ય તેલીબિયાં પાક છે. ઓછા વરસાદ સામે ટકી રહેવાની શકિત, ઓછા ખર્ચે વધુ આર્થિક વળતર, ઓછા રોગ-જીવાતના પ્રશ્નોને કારણે મધ્ય ગુજરાત તથા રાજયના અન્ય વિસ્તારમાં ખેડૂતો આ પાક અપનાવતાં થયા છે. દુનિયાના દિવેલાના કુલ ઉત્પાદન અને વાવેતર વિસ્તારમાં ભારતનો હિસ્સો અનુક્રમે ૩૮ અને ૩૬% જેટલો છે. દિવેલાના ઉત્પાદન અને તેલની નિકાસમાં ભારત આજે પ્રથમ સ્થાને છે.