જંતુનાશકોનો ઉપયોગ અને સાવચેતીની બાબતો
ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાતોમાં નિયંત્રણ માટે વિવિધ પધ્ધતિઓનો વિકાસ કરવામાં આવેલ છે. હાલમાં જંતુનાશક દવાઓના વપરાશની પધ્ધતિ ખૂબ જ પ્રચલિત છે કારણ કે તેના ઉપયોગથી તૂરત જ પરિણામ મળે છે અને વાપરવામાં સહેલું પડે છે. આ જંતુનાશકો રાસાયણિક પદાર્થો છે અને ઝેરી પણ છે. જો તેના વપરાશમાં બેદરકારી રાખવામાં આવે તો ઘણીવાર જાનહાનિ થાય છે. આમ જંતુનાશક દવાઓ વપરાશમાં ન હોય ત્યારે, છંટકાવનું કામ ચાલુ હોય ત્યારે અને છંટકાવ બાદ કેટલીક કાળજી લેવામાં આવે તો દવાની ઝેરી અસરથી બચી શકાય છે. નીચે જણાવેલ સામાન્ય કાળજીઓ ધ્યાનમાં રાખવી જોઈએ.