ભીંડાની વાવણી પદ્ધતિ અને બીજદર
ભીંડાની વાવણી થાણીને અથવા ઓરીને કરવામાં આવે છે. સંકર જાતોનું બીજ સુધારેલી જાતો કરતા વધારે મોંઘુ હોવાથી તેનું વાવેતર હંમેશા થાણીને તેમજ દરેક થાણે બે થી ત્રણ બીજ મૂકીને કરવું જોઇએ. જેથી હેકટરે બીજનો ઉપયોગ ઓછામાં ઓછા કરીને ખર્ચ ઘટાડી શકાય છે.