મરચીના પાક માટે ધરું ઉછેર કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા.
શાકભાજી પાકોની આધુનિક સુધારેલ ખેતી પધ્ધતિ અપનાવવામાં આવે તો ઉંચી ગુણવત્તા સાથે એકમ વિસ્તારમાંથી ટુંકા ગાળામાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
ધરૂવાડીયું એટેલે ''નર્સરી''. જે પાકોના બીજ સીધે સીધા ખેતરમાં વાવી ન શકાતા હોય તેવા પાકોના બીજને ખેતરના એકતરફી નાના વિસ્તારમાં એક સાથે વ્યવસ્થિત રીતે વાવીને છોડ ઉછેરવામાં આવે છે તેને ધરૂવાડીયું કહેવામાં આવે છે. સામાન્ય રીતે શાકભાજીના પાકો જેવા કે રીંગણ, મરચી, ટામેટી, કોબીજ, કોલીફલાવર, ડુંગળી કે જેના બીજ અતિ નાના અને હલકાં હોય તેની રોપણી માટે ધરૂ તૈયાર કરી ફેરરોપણી કરવામાં આવે છે.