શિક્ષકની નોકરી છોડી બન્યા ખેડૂત, હાઇડ્રોફોનિકથી કરી ખેતી.
રાજકોટ જિલ્લાના મેટોડા ગામમાં રહેતા આ યુવાન ખેડૂત રસિકભાઈ નકુમ છે. તેમણે શિક્ષકની નોકરી છોડી ખેતી ક્ષેત્રે કંઈક કરી બતાવવા આ આધુનિક રસ્તો અપનાવ્યો છે. હાલમાં શાકભાજી ઉગાડવા માટે કૅમિકલનો ઉપયોગ થાય છે. આ કૅમિકલને લીધે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે. આ ખતરો ટાળવા રસિકભાઈએ હાઇડ્રોપોનિક્સનો વિકલ્પ શોધી કાઢ્યો. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ ઇઝરાયલ, જર્મની, ચીન, અમેરિકા સહિત ઘણા દેશોમાં થાય છે. આ પદ્ધતિ હવે ગુજરાત પણ પહોંચી ગઈ છે.