ગાય આધારિત પ્રાકૃતિક ખેતી નું મહત્વ
ઋગ્વેદમાં ઉલ્લેખ છે કે "गावो विश्वस्य मातरः" એટલે કે ગાય વિશ્વની માતા છે. અથર્વવેદમાં પણ કહેવામાં આવ્યું છે કે ગાય આધારિત કૃષિથી પાકેલું અન્ન દિવ્ય છે. ગાયને પ્રાકૃતિક ખેતીનો આધારસ્તંભ માનવામાં આવે છે. જમીન અને વનસ્પતિને જોડતી જીવંત કડી એટલે ગાયના છાણમાં રહેલ અસંખ્ય જીવાણુઓ. પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયનું છાણ અને ગૌમૂત્ર સંજીવની જડીબુટી સમાન છે. સુજપૂર્વક દેશી ગાય આધારિત ખેતી અપનાવીએ અને કૃષિ ક્ષેત્રે વિકાસ સાધીએ.