ચોમાસુ મગફળીમાં પિયત
પિયત ચોમાસા દરમિયાન વરસાદ પૂરતો અને સપ્રમાણમાં વહેંચાયેલ હોય તો મગફળીના પાકને વધારાનાં પિયત આપવાની જરૂરિયાત નથી પરંતુ ફૂલ અવસ્થા, સૂયા ઉતરવા અને ડોડવામાં દાણાના વિકાસ અવસ્થાએ વરસાદ હોય અને જમીનમાં ભેજની ખેંચ જણાય તો વધારાનું પિયત આપવાથી સારુ ઉત્પાદન મેળવી શકાય છે.