એક ડૉક્ટર જેમણે ડૉક્ટરી છોડી શરૂ કરી પ્રાકૃતિક ખેતી
રાજકોટના રમેશભાઈ જેવી કહાણી કદાચ જ તમે સાંભળી હશે. રમેશભાઈ વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ તેઓ હાલ પોતાના પ્રાકૃતિક ખેતી કરવાના શોખના કારણે પ્રેક્ટિસ મૂકીને ખેતી કરી રહ્યા છે. તેઓ રાજકોટ નજીક જશવંતપુર ગામે 20 વીઘાના ખેતરમાં 12થી 15 ગીર ગાય વસાવી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. 10 વીઘા જમીનમાં ટિશ્યૂકલ્ચર પદ્ધતિથી ખારેકની ખેતી કરી હાલ લાખો રૂપિયા કમાય રહ્યા છે.